ભરૂચ: વયસ્ક મતદારોના ઘરે પહોંચ્યુ ચૂંટણી તંત્ર, 102 વર્ષના ફાતિમાબીબીએ હોમ વોટિંગ કર્યું

ભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું

ભરૂચ: વયસ્ક મતદારોના ઘરે પહોંચ્યુ ચૂંટણી તંત્ર, 102 વર્ષના ફાતિમાબીબીએ હોમ વોટિંગ કર્યું
New Update

લોકસભાની સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે.

જે અન્વયે ૨૨- ભરૂચ સંસદીય મતવિસ્તારના ૧૫૩- ભરૂચ વિધાનસભા વિસ્તારમા ૧૦૨ વર્ષીય ફાતમાબીબી ગુલામરસુલ શેખ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર તેમનાં ઘર આંગણે પહોંચ્યું હતું. આ ઉપરાંત ૧૫૧ વાગરાં મતવિસ્તારમાં ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરતા ઘર આંગણે પહોંચી વોટીંગ કરાવ્યું હતું. આ અવસરે મદદનીશ ચૂંટણી નોંધણી અધિકારી માધવી મિસ્ત્રી, ઝોનલ ઓફિસર, આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસર, માઇક્રો ઓબઝર્વર દ્વારા કામગીરી કરવામાં આવી હતી

#Bharuch #GujaratConnect #Bharuch Loksabha Election #મતદાન #bharuchcollector #Bharuch Loksabha Election Candidates #વયસ્ક મતદારો #ચૂંટણી તંત્ર #હોમ વોટિંગ #Home Voting #election committee #elderly voters
Here are a few more articles:
Read the Next Article