જંબુસર તાલુકાની માત્ર એક રેફરલ સરકારી હોસ્પિટલ છે તેમાં પણ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓએ દવા લેવા માટે ડોક્ટરો ની રાહ જોવી પડે છે. જંબુસર તાલુકાની કાવી પોલીસ સ્ટેશનની હદમાં આવતા એક ગામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા પોતાનું જીવન ટુંકાવ્યું હતું ત્યારે કાવી પોલીસ સ્ટેશનમાં જાણ થતા પોલીસે તેમની ડેડબોડીને જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલવામાં આવી હતી. રાતના સમય પીએમ રૂમમાં બોડીને મૂકવામાં આવી હતી પરંતુ સવારે 12 કલાક બાદ પણ ડોકટરો ડેડ બૉડી જોવા માટે આવ્યા ન હતા. પરિવારજનો દ્વારા જંબુસરમાં માજી ધારાસભ્યને જાણ કરતા માજી ધારાસભ્ય રેફરલ હોસ્પિટલ આવી ડોક્ટરોને ટેલિફોનિક જાણ કરી હતી પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય જવાબ ન મળતા હાલ માજી ધારાસભ્ય કિરણ મકવાણા દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી
ભરૂચ : જંબુસરની રેફરલ હોસ્પિટલનાં ડોક્ટરોની બેદરકારી ,પીએમ અર્થે આવેલ ડેડબોડી કલાકો સુધી રઝળતી રહી
જંબુસર રેફરલ હોસ્પિટલના ડોક્ટરોની બેદરકારી થી દર્દીઑ ત્રાહિમામ ડોક્ટરો સમયસર ન આવતા દર્દીઓને દવા લેવા હાલાકી
New Update