Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આમોદ પાલિકાના ભંગારમાંથી થયેલ આવકની રકમમાં મોટી ઉચાપત થઈ હોવાનો વિપક્ષનો આક્ષેપ..!

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગાર ગણાતા સામાનની હરાજી કરવામાં આવી હતી,

X

ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગાર ગણાતા સામાનની હરાજી કરવામાં આવી હતી, ત્યારે આ હરાજીમાંથી થયેલ આવકની રકમમાં મોટી ઉચાપત થઈ હોવાનો પાલિકા વિપક્ષના સભ્યોએ આક્ષેપ કર્યો છે.

ભરૂચના આમોદ નગરપાલિકા દ્વારા ભંગાર થયેલા સામાનની જાહેર હરાજી કરવામાં આવી હતી. જેમાં એ.એમ.કોલસાવાલાને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જે બાબતે આમોદ પાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકા પ્રમુખ તેમજ તત્કાલીન મુખ્ય અધિકારી ઉપર આક્ષેપ લગાવ્યો હતો કે, ભંગારની વસ્તુ વજન કાંટાની પાવતી પ્રમાણે અંદાજે રૂ. 5.50 લાખનું થયું હતું. પરંતુ આમોદ નગરપાલિકામાં ગત તા. 11 મે 2023ના રોજ માત્ર 3,60,922 રૂપિયા જ ઓનલાઈન બી.એ.પટેલના ખાતામાંથી આમોદ પાલિકાના ખાતામાં જમા કરવામાં આવ્યા છે, ત્યારે બાકીની રકમ આજ દિન સુધી પાલિકામાં જમા કરવામાં આવી નથી. જેથી પાલિકા પ્રમુખ તેમજ તત્કાલીન મુખ્ય અધિકારીએ ઉચાપત કરી હોવાના પાલિકા વિપક્ષના સભ્ય મહેન્દ્ર દેસાઈએ આક્ષેપ કર્યા હતા, ત્યારે સમગ્ર મામલે કાર્યવાહી કરવા પ્રાદેશિક નિયામક તેમજ વિજીલન્સ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી, જ્યારે આમોદ પાલિકાના પ્રમુખ મહેશ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે ખુલાસો આપવાના બદલે પાલિકા ઈજનેર કિરણ મકવાણાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

Next Story