Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને રાજ્ય ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાએ મોકલાશે

આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

X

આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે ભરૂચ જિલ્લાના 5 વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વિવિધ વિધાનસભામાંથી એકત્રિત કરેલ માટીને દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવે જન્મભૂમિ અને અમર બલિદાનીઓના સન્માનમાં "માટીને નમન- વીરોને વંદન" નામનું દેશવ્યાપી અભિયાન શરૂ કરાવ્યું હતું. જે અંતર્ગત ભરૂચ જિલ્લાની 5 વિધાનસભા ભરૂચ,અંકલેશ્વર,વાગરા,જંબુસર અને ઝઘડીયા વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ભાજપના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તારીખ ત્રીજી ઓક્ટોબરથી 24 ઓક્ટોબર દરમ્યાન આયોજીત અમૃત કળશયાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી. એકત્રિત કરેલ માટીને કળશમાં ભરી તારીખ 27 ઓક્ટોબરના રોજ ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને ત્યાર બાદ આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે.આ તમામ બાબતે વિગતો આપવા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજરોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા,મહામંત્રી નિરલ પટેલ, મીડિયા સેલના કન્વીનર ભરત ચુડાસમા સહિત ભાજપના આગેવાનો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

Next Story