ભરૂચ : હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રિય ધ્યાનોત્સવ, ખ્યાતનામ વક્તાઓએ આપ્યું સુંદર વક્તવ્ય...

શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ સુંદર વક્તવ્ય આપ્યું હતું.

New Update
ભરૂચ : હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રિય ધ્યાનોત્સવ, ખ્યાતનામ વક્તાઓએ આપ્યું સુંદર વક્તવ્ય...

ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ત્રી-સત્રીય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તાઓએ સુંદર વક્તવ્ય આપ્યું હતું.

છેલ્લા 75 વર્ષથી માનવતાની સુખાકારી માટે સમર્પિત અને કાર્યરત એક બિન-નફાકારક સંસ્થા હાર્ટફૂલનેસ સંસ્થા દ્વારા ભરૂચ ખાતે આયોજિત ત્રીસત્રિય ધ્યાનોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આયોજિત ત્રીસત્રિય ધ્યાનોત્સવ કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા વક્તા જય વસાવડા, કાજલ ઓઝા વૈદ, પ્રોફેસર લલિત ચંદે તેમજ કેજલ કંસારા સહિતના વક્તાઓએ સુંદર મનનીય વક્તવ્ય આપ્યું હતું. જેમાં પોતાની રોજિંદા જીવનમાં હાર્ટફુલનેશ ધ્યાનની વિવિધ પદ્ધતિઓ અને ક્રિયાઓ કેવી રીતે લોકોને ઉપયોગી નિવડે છે, તે બાબત થિયરી અને પ્રેક્ટીકલ દ્વારા દર્શાવવામાં આવી હતી. આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભરૂચના પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલે આયોજનને બિરદાવી લોકોને વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈધે આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભીતર એક શાંતિ પેદા થાય તે રીતે ધ્યાનની રીતનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ પ્રસંગે સંસ્થાના ભાવિન પટેલ, પ્રીતિ મોદી, ડો. વિવેક વાઘેલા તેમજ સહયોગી સંસ્થાઓના હોદ્દેદારો અને કાર્યકરો સહીત ધ્યાનોત્સવમાં ડૂબકી મારવા ઇચ્છુક પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories