ભરૂચ : હિન્દુ જાગરણ મંચ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય, નાટકના માધ્યમથી વીરગાથા રજૂ કરી.

ભરૂચના હિન્દુ જાગરણ મંચ દ્વારા કોલેજ રોડ સ્થિત આત્મિયધામના ગ્રાઉન્ડ ખાતે વિરાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ : હિન્દુ જાગરણ મંચ દ્વારા વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાય, નાટકના માધ્યમથી વીરગાથા રજૂ કરી.

ભરૂચના હિન્દુ જાગરણ મંચ દ્વારા કોલેજ રોડ સ્થિત આત્મિયધામના ગ્રાઉન્ડ ખાતે વિરાંજલીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં દેશના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી નાટકના માધ્યમથી વીર જવાન ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની વીરગાથા રજૂ કરી યાદ કરવામાં આવ્યા હતા.

દેશની સ્વાતંત્ર્ય ચળવળના 3 દિવાના ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. વર્ષ 1931ની તા. 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ભગતસિંહ, સુખદેવ, રાજગુરૂ ક્રાંતિકારી વિચારો સાથે બ્રિટિશરોના દમન સામે જે સાહસ બતાવ્યું હતું, તેના કારણે હંમેશ માટે શહીદ ભગતસિંહ દેશના યુવાનોના આદર્શ બની ગયા છે.

દેશભરમાં શહિદ દીને વિવિધ સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલીના કાર્યક્રમો યોજાયા હતા. જે અંતર્ગત ભરૂચના હિન્દુ જાગરણ મંચ દ્વારા કોલેજ રોડ પર આવેલ આત્મિયધામના ગ્રાઉન્ડ ખાતે વિરાંજલીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં દેશના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી નાટકના માધ્યમથી વીર જવાનોની વીરગાથા રજૂ કરી તેઓને યાદ કર્યા હતા. આ પ્રસંગે RSSના વિભાગ સહ કાર્યવાક નીરવ પટેલ, મુક્તાનંદ સ્વામી સહિતના મહનુભાવો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories