/connect-gujarat/media/post_banners/c56fb07659483288f1e8f8ce0cb3cd6d3826a174f4ea1b08ce09ca1b5b25b318.webp)
ભરૂચ જિલ્લાના ઝગડીયાના સીયાલી ગામે રહેતા એક ખેડૂતને શેરડીના ખેતરમાંથી બે નવજાત દીપડાના બચ્ચા મળી આવ્યા હતા. જેકો ખેડૂતએ આ ઘટનાની જાણ ઝગડીયા વનવિભાગને કરી હતી. જેથી વનવિભાગ સ્થળ ઉપર પહોંચી નવજાત શિશુને કચેરી ઉપર લાવી તેઓ ને દૂધ પીવડાવ્યું હતું.
જે બાદ સતત વનવિભાગના કર્મચારીઓ દ્વારા તે દીપડીને શોધવાની કાવાયત હાથ ધરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી બચ્ચાને શેરડીના ખેતરમાં તેઓ ના સ્થાન ઉપર છોડી આવા ના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પરંતું તેઓ ની માં ક્યાંક દૂર જતી રહી હોઈ તેમ તેનો કોઈ પત્તો મળ્યો નથી. જે બાદ વનવિભાગ પણ આ શિશુઓને ઝગડીયા ખાતે લાવી તેની દૂધ પીવડાવી તેની સંભાળ રાખે છે. માં ને ખોરવાના પ્રયત્નો પણ હાલ ચાલુ છે. ત્યારે હવે આ શિશુની માતા જલદીથી મળી જાય તો દીપડાના બચ્ચા તેના માં પાસે વનવિભાગ મૂકી તેઓનો મિલાપ કરે તેવી લોકો ને આશા છે.