/connect-gujarat/media/post_banners/89d2ebd6703ca185cca41ffd33ae434a349a2feeb6d442a8b9f41f10a1fcd152.jpg)
ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. દ્વારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત મહીલા જૂથને રૂપિયા 6 લાખના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચની હરસિદ્ધિ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી., ભરૂચ નગરપાલીકા, ગુજરાત અર્બન લાઇલીહૂડ મીશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકારની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત હરસિદ્ધિ કો.ઓ. ક્રેડીટ સોસાયટી લી. દ્વારા સ્વસહાય જૂથની 60 જેટલી બહેનોને રૂપિયા 1 લાખ લેખે જુદાજુદા 6 જૂથોને રૂપિયા 6 લાખના સહાય ચેક ઉપસ્થિત મહેમાનો હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ધીરાણ સ્વરોજગારલક્ષી વિવિધ આર્થીક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરવા ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફીસર દશરથ ગોહિલ, હરસિદ્ધિ કો.ઓ. ક્રેડીટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાંસિયા તથા પાલિકાના સમાજ સંગઠક કલ્પના ઉપાધ્યાય, ચૈતાલી વાઘેલા તથા SMID મેનેજરના હસ્તે સહાય ચેક એનાયત કરવામાં આવ્યા હતા.