/connect-gujarat/media/post_banners/3f6b942781bbdba4b3008c71d6da000853218fbc9933cac5edb1c0157b6d7173.jpg)
સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત સંત નિરંકારી સત્સંગ મિશનના સ્વંયમ સેવકો દ્વારા ભરૂચ શહેરના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરના ઓવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
સંત નિરંકારી સત્સંગ મંડળના સભ્યો દ્વારા ભરૂચ શહેરના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મંદિરના ઓવારે સ્વચ્છ જળ સ્વચ્છ મન અંતર્ગત સામુહિક સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. બાબા હરદેવસિંઘ મહારાજની પ્રેરણાથી સ્વચ્છ જળ સ્વચ્છ મનના ઉદ્દેશ્ય સાથે નિરંકારી મિશન હેઠળ સમગ્ર વિશ્વમાં પ્રોજેક્ટ અમૃત કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 900 શહેરમાં 1500 સ્થળો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે સંત નિરંકારી ભરૂચ શાખા દ્વારા માતા સુદિક્ષાના માર્ગદર્શન હેઠળ નીલકંઠેશ્વર નર્મદા ઘાટ ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સ્વચ્છ જળ સ્વચ્છ મનની ઉક્તિને સાર્થક કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો.