Connect Gujarat
ભરૂચ

ભરૂચ : જોખમ ખેડી માછીમારી કરતાં બેરોજગાર આદિવાસી માછીમારોએ “પેટ કરાવે વેઠ” પંક્તિને સાર્થક કરી..!

X

“પેટ કરાવે વેઠ” પંક્તિને આદિવાસી માછીમારોએ સાર્થક કરી

થર્મોકોલની સીટ પર બેસી કરે છે જોખમી રીતે માછીમારી

મગર સહિતના જળચર જીવોથી જીવનું માછીમારોને જોખમ

“પેટ કરાવે વેઠ” આ પંક્તિ અહીંયા સાર્થક એટલા માટે થાય છે કે, ચોમાસાના 4 મહિના હિલસા માછલીનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થતું હોય છે. માછીમારો રોજગારી બોટ મારફતે મેળવતા હોય છે. પરંતુ ઘણા બેરોજગાર આદિવાસી માછીમારો થર્મોકોલની સીટ ઉપર જોખમ ખેડીને પણ પોતાના પરિવારનું પેટીયુ રડવા માટે માછીમારી કરી આખા વર્ષની રોજગારી મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. કહેવાય છે ને પેટનો ખાડો પુરવા મહેનત કરવી પડતી હોય છે. આ મોંઘવારીના યુગમાં કેટલાયને રોજગારી પણ મળતી નથી.

પરંતુ જેને રોજગારી મેળવવી હોય તે ગમે તે ભોગે મહેનત કરવા મજબૂર થતા હોય છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ચોમાસાના 4 મહિના હિલસા માછલીનું ઉત્પાદન થતું હોય છે. અને આખા વિશ્વમાં માત્ર ભરૂચ જિલ્લાના ભાડભૂતથી ઝનોર સુધીના નર્મદા નદીના પટમાં આ માછલીનું ઉત્પાદન થતું હોય છે. જેનું ફિશિંગ મોટા પ્રમાણમાં બોટ મારફતે માછીમારો કરતા હોય છે. પરંતુ જે લોકો પાસે ફાઇબરની મોંઘીદાટ બોટ નથી, તે આદિવાસી માછીમારો જોખમ ખેડીને પણ પાણીના વહેણમાં તરી શકે તેવા થર્મોકોલની સીટ મારફતે માછીમારી કરવા મજબૂર બનતા હોય છે. 400થી વધુ માછીમારો માછીમારી માટે થર્મોકોલની સીટ ઉપર માછીમારી કરી પેટીયુ રડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, પાણીમાં થર્મોકોલની સીટ ઉપર બેસી માછીમારી કરવી પડે છે, અને ઘણી વખત મગર સહિતના જળચર જીવોથી જીવનું જોખમ પણ ઊભું થતું હોય છે. પરંતુ પેટ કરાવે વેઠની પંક્તિને સાર્થક કરતાં આદિવાસી માછીમારો રોજગારી મેળવવા માટે મજબૂર બન્યા છે.



Next Story