/connect-gujarat/media/post_banners/c113cb1753dc3193cbee4a1410f36366721737b2409c074906f6ac33612310d1.jpg)
ભરૂચ જીલ્લામાં વરસેલ કમોસમી વરસાદના કારણે શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો ફસાયા હાતા જેઓનું ભરૂચ નગર સેવા સદનના ફાયર વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું ભરૂચના શુકલતીર્થ બેટ પર અંદાજિત ૨૪૦ જેટલા લોકો તંબુ બાંધી રહેતા હતા વાતાવરણમાં અચાનક પલટો થવાને કારણે ભારે વરસાદ તેમજ પવનને કારણે ધૂંધળું વાતાવરણ થયું હતું
જેને પગલે તમામ માછીમારો પરિવાર સાથે હોય તેઓનું સ્થળાંતર કરાવવા માટે ધારાસભ્ય અરૂણસિંહ રણા દ્વારા ભરૂચ ફાયર બ્રિગેડના ફાયર અધિકારી ચિરાગદાન ગઢવીને જાણ કરાતા તેઓની ટીમ શુકલતીર્થ મેળામાં ફાયર ટેન્ડર સાથે સ્ટેન્ડ બાય હતી તે તાત્કાલિક બોટ મારફતે તે લોકો પાસે પહોંચી 25 જેટલા લોકોને ત્યાંથી સ્થળાંતર કરાવ્યું હતું તેમજ જેમની પાસે બોટ હતી તે લોકો પોતાની રીતે ત્યાંથી સાવચેત જગ્યા પર ખસી ગયા હતા. આ તરફ મેળાના સ્થળ પર પણ વરસાદના પાણી ભરાયા હતા અને કાદવ કીચડનું પણ સામ્રાજ્ય જોવા મળ્યું હતું