Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું

ભરૂચ: વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પોકસો એક્ટ અંગે જાગૃતિ અભિયાન હાથ ધરાયું
X

ગુજરાત રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્યના કાનૂની સેવા સત્તા મંડળના પેટ્રોન ઇન ચીફ જસ્ટિસ અરવિંદકુમાર તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ અને હાઇકોર્ટના જસ્ટિસ સોનિયા ગોકાણીના માર્ગદર્શન હેઠળ પોકસો એક્ટની કાનૂની જાગૃતિ લાવવા એક કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યુ હતુ.


યુનિસેફ અને સોહાર્દ સંસ્થાના સહયોગથી સમગ્ર રાજ્યના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળો દ્વારા પોકસો કાયદાની જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા.જેમાં વાગરા તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિના નિષ્ણાત વકિલો દ્ધારા તાલુકાની પી.જે છેડા વિદ્યાલય દહેજ, વોરાસમની હાઈસ્કૂલ,અટાલીની હાઈસ્કૂલ તેમજ અન્ય શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને પોકસો એક્ટ અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

Next Story