Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આંબેડકર હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અઘ્યક્ષતામાં વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાયો

કણબીવગા સ્થિત આંબેડકર ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાયો હતો.

X

ભરૂચ શહેરના કણબીવગા સ્થિત આંબેડકર ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો યોજાયો હતો.

ICDS શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજીત શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો શહેરના આંબેડકર ભવન ખાતે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીના અધ્યક્ષપદે યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીએ જણાવ્યું હતું કે, આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકા મેળાનું જિલ્લા પંચાયતની ICDS શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આજનું બાળક એ આવતી કાલે દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં જ તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે. ઉપરાંત સાપ્રંત શિક્ષણની વિભાવના મુજબ સ્માર્ટ આંગણવાડીઓની કાર્યરત કરાય છે. આમ, આંગણવાડી કક્ષાએથી જ બાળકોને શસક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું. કાર્યક્રમનાં પ્રારંભે ICDS શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના TLMનું પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે સાથે મહાનુભાવોના હસ્તે સ્માર્ટ શિક્ષા બસનું પણ નિરીક્ષણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, TLM પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના અભ્યાક્રમોને લગતી પ્રવૃત્તિ વાલીગણ જાતે પણ ઘરે પણ બનાવી શકે અને પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા પર આશય સાથે TLM પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિ રાવ, મામલતદાર માધવી મિસ્ત્રી, ભરૂચ ઘટકના CDPO રિદ્ધિબા ઝાલા, મહિલા બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવના વસાવા, આંગણવાડી કાર્યકર્તાઓ, મુખ્ય સેવિકા બહેનો તથા મોટી સંખ્યામાં ભૂલકાઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story