/connect-gujarat/media/post_banners/df19844bf1d69060c9b91b697cc6fdfe071cadfe1c14ca2f78ed1c9a56744d67.webp)
ભરૂચના વાલિયા તાલુકાના પીઠોડ ગામે થી ભરૂચ એલસીબી પોલીસે વિદેશીદારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી વિદેશીદારૂ અને રોકડ મળી કુલ રૂપિયા ૪૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ સૂત્રીય માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન વાલિયા તાલુકાના પીઠોર ગામના તળાવ ફળિયામાં રહેતા નરેશ ઠાકોર વસાવાના ઘરે છાપો મારતા ઘરના પાછળના ભાગે વાડામાં વિદેશીદારૂનો જથ્થો સંતાડેલો હોવાની મળેલી માહિતી ના આધારે એલસીબી પોલીસે રેડ કરતા નરેશ વસાવાના ઘરના વાડા માં સંતાડેલ વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે નરેશ વસાવાની ધરપકડ કરી રૂપિયા ૩૭,૧૦૦ નો વિદેશીદારૂનો જથ્થો અને રોકડ રૂપિયા ૫૦૦૦ હાજર મળી કુલ રૂપિયા ૪૨,૧૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઉમરપાડા ગામના રવિ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.