Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વંદે ગુજરાત વિકાસયાત્રા રથનું ભવ્ય સ્વાગત સહિત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું...

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે

X

આઝાદી કા અમૃત મહોત્વ અર્તગત 20 વર્ષના વિકાસની ઝાંખી કરાવતો વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે, ત્યારે આ રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

વંદે ગુજરાત વિકાસયાત્રા રથ સમગ્ર ગુજરાતમાં થયેલા વિકાસકાર્યો અને તેની સાથે જ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી પહોંચી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે, ત્યારે તેની ઝાંખી કરાવતો આ રથ હાલ ભરૂચ જિલ્લાના ગામેગામ ફરી રહ્યો છે. તેવામાં વંદે ગુજરાત વિકાસયાત્રા રથ ભરૂચ શહેરના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે આવી પહોંચ્યો હતો, જ્યાં રથને કુમકુમ તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંજૂર થયેલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ચેક તેમજ પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે LNG પેટ્રોનેટ દ્વારા રૂપિયા 40 લાખના CSR ફંડમાંથી આપવામાં આવેલ ફાયર ટેન્ડરનું પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, કારોબારી ચેરમેન નરેશ સુથારવાલા સહિત વિવિધ વિભાગના ચેરમેનોના હસ્તે લીલી ઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું.

Next Story