આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને સમગ્ર ભરૂચ જિલ્લામાં મહત્તમ મતદારો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં તા.૨૨/૪/૨૦૨૪ થી ૬/૫/૨૦૨૪ દરમિયાન યોજાનારા મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો વિષે ચર્ચા કરવામાં આવી હતી.
તા.૭ મી મે એ રાજ્યસહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં યોજાનારી ચૂંટણીમાં નવા મતદારો, યુવાઓ, વૃદ્ધોને મહિલાઓ સહિત દરેક વયના લોકો વધુમાં વધુ ભાગીદારી નોંધાવે એ માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મતદાન જાગૃતિની સઘન પ્રવૃતિઓ કરીને નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
તા.૨૨ એપ્રિલથી ૬ મે સુધીના મહત્વપૂર્ણ ૧૫ દિવસમાં મતદાન પ્રોત્સાહનના કાર્યક્રમો દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે માટે વિશેષ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ બેઠકમાં, પોસ્ટલ બેલેટ નોડલ અધિકારી અને ડી.આર.ડી.એ ડાયરેક્ટર નૈતિકા એચ. પટેલ, જીલ્લા સ્વીપ નોડલ અધિકારી અને ડી. ઈ. ઓ. સ્વાતીબા રાઓલ, ટર્નઆઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન હેઠળના અધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા.