ભરૂચ:વિહાંગસિંહ રાજે નેશનલ કરાટેમાં સિલ્વર મેડલ જીત્યો,અભિનંદન પાઠવાયા

ગુજરાત રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશીપ વડોદરા સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયો હતો.જેમાં વિહાંગસિંહ રાજે સબ જુનીયર ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીત્યો

New Update
ભરૂચ:વિહાંગસિંહ રાજે નેશનલ કરાટેમાં સિલ્વર મેડલ જીત્યો,અભિનંદન પાઠવાયા

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના સાયખા ગામ અને હાલ જામનગરના રિલાયન્સ ટાઉનસીપમાં રહેતા છ વષીઁય વિહાંગસિંહ કરણસિંહ રાજને કરાટે રમતમાં ભારે ઉત્સાહ હતો.જામનગર રિલાયન્સ કંપનીમાં ફરજ બજાવતા કરણસિંહ રાજે પોતાના દીકરાની કરાટેની સ્પધૉમાં ઉત્સાહ જોઈને તેની આગળ વધવા માટે પ્રોત્સાહિત કયૉ હતો.ગુજરાત રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશીપ વડોદરા સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં યોજાયો હતો.જેમાં વિહાંગસિંહ રાજે સબ જુનીયર ગુજરાત રાજ્ય કરાટે ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ કક્ષાએ પોતાની દાવેદારી મજબુત કરાવી હતી.હાલ દિલ્લી ખાતે આવેલ તાલકોતરા સ્ટેડિયમમાં યોજાયેલ કરાટે સ્પધૉમાં વિહાંગસિંહ રાજે સિલ્વર મેડલ જીતી રાજપુત સમાજ અને ભરૂચ જીલ્લાનું ગૌરવ વધારતા પરીવારજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.


Latest Stories