ભરૂચ : “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું નબીપુર ગામે ભવ્ય સ્વાગત, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત...

ભારત સરકાર દ્વારા જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે

ભરૂચ : “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું નબીપુર ગામે ભવ્ય સ્વાગત, જિલ્લા કલેક્ટર રહ્યા ઉપસ્થિત...
New Update

ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને મળ્યો પ્રતિસાદ

નબીપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત કરાયું

સરકારી લોક કલ્યાણકારી યોજના વિશે લોકોને માહિતી અપાય

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ને સમગ્ર ગુજરાતમાંથી વ્યાપક જન-પ્રતિસાદ મળી રહ્યો છે, ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવી પહોચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા જનકલ્યાણ યોજનાઓ પહોંચાડવાના હેતુસર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તા. 15 નવેમ્બર 2023 જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ભરૂચ જિલ્લાના નબીપુર ગામે આવી પહોંચ્યો હતો.

જેના સ્વાગત પ્રસંગે ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, ભરૂચ ગ્રામ્ય મામલતદાર એમ.ડી.મિસ્ત્રી, ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ, આરોગ્ય ખાતાના અધિકારીઓ, નબીપુર ગામના સરપંચ, ડે. સરપંચ સહિત ગ્રામ પંચાયતના સભ્યો, શાળાઓના શિક્ષકગણ, આંગણવાડીના સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્યલક્ષી સેવાઓ, આયુષમાન કાર્ડ, આભાકાર્ડ અને એન.સી.ડી. સ્કેનિંગ સહિતની યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

#Bharuch Samachar #જનકલ્યાણ યોજના #સફાઈ અભિયાન 2023 #નબીપુર ગામ #Viksit Bharat Sankalp Yatra #Bharuch Viksit Bharat Sankalp Yatra #Nabipur Village #વિકસિત ભારત સંકલ્પ યાત્રા #bharuchcollector #Bharuch
Here are a few more articles:
Read the Next Article