ભરૂચ : ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરાના ગ્રામજનોએ કર્યું શ્રમદાન...

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું

New Update
ભરૂચ : ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરાના ગ્રામજનોએ કર્યું શ્રમદાન...

ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોમાં યોજાયો કાર્યક્રમ

સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ હાથ ધરાય

મોટી સંખ્યામાં ગ્રામજનો સફાઈ અભિયાનમાં જોડાયા

“સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના અશાગામ, ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધી જયંતી પૂર્વે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વિવિધ સ્થળોએ “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે અશાગામ ખાતે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અશાગામના વિવિધ સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવી હતી, અને ગ્રામજનોને પોતાના શેરી-મહોલ્લા સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં અશા ગ્રામ પંચાયતના સરપંચ, પંચાયત સભ્યો, આંગણવાડીના કર્મચારીઓ, તાલુકા ભાજપના હોદ્દેદારો કિસાન મોરચાના હોદ્દેદારો તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં એકત્રિત થઈને જોડાયા હતા. આ સાથે જ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા તેમજ દું.વાઘપુરા ગામે પણ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. જેમાં ગામના તલાટી, સરપંચ, આંગણવાડીની બહેનો તેમજ મોટી સંખ્યામાં વેપારીઓએ જોડાઈ નગરના વિવિધ સ્થળોએ સાફ-સફાઈ કરી હતી.

Latest Stories