/connect-gujarat/media/post_banners/5e2b28b37f7bdc5ce7287d9a3ed627b08f48cbc191cb5c0f59859c9febde1ebd.jpg)
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લોક કલાકાર સાઈરામ દવે સહિત મોટી સંખ્યામાં અધિકારીઓએ પદાધિકારીઓ અને ભરૂચની જતા ઉપસ્થિત રહી હતી.
વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિસરાઈ ગયેલા વીરોના બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી વીરાંજલી ' મલ્ટી મીડિયા શોનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. જે અંતર્ગત ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વીરાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના લોક કલાકાર સાંઈરામ દવે અને તેમના સહયોગી કલાકારોએ તેમની કળા દ્વારા ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા.જેને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભરૂચના પ્રજાજનોએ માણ્યું હતું. આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા કલેકટર તુષાર સુમેરા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.