/connect-gujarat/media/post_banners/6e67f13d2f2405ffe2131d1b6b1034e564d13016906787f0721989e4f7890b48.jpg)
વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના સાનિધ્યમાં ભરૂચ ખાતે વિરાટ વૈષ્ણવ મહા સંમેલન તેમજ VYO ભરૂચની શપથ વિધિ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે વિશ્વના યુવા સમાજને આનંદમય સંયમિત જીવનશૈલીથી પ્રેરિત કરનાર વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારના પાવન સાનિધ્યમાં વિરાટ વૈષ્ણવ મહા સંમેલન તેમજ VYO ભરૂચની શપથ વિધિ સમારોહ યોજાયો હતો. પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના 500 વર્ષના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર આધિદૈવિક, ભવ્ય, દિવ્ય એવું શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના તત્વાવધાનમાં સંકુલના મંગલ ખાતમુહૂર્ત પ્રસંગે આયોજિત વિરાટ વૈષ્ણવ મહા સંમેલનનું ઐતિહાસિક આયોજન આવનાર નવેમ્બર માસમાં સંપન્ન થવા જઈ રહ્યું છે. આ વિરાટ આયોજનમાં હજારો ભાવિકજનોને આનંદભેર સંમલિત કરવાના ભાવ સાથે ભક્તિ સંગીત સંધ્યા તેમજ શપથ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવ અગ્રણીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
/connect-gujarat/media/media_files/2025/07/05/nirav-modi-brother-2025-07-05-18-27-22.jpg)