Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે “મતદાતા ચેતના અભિયાન”નો પ્રારંભ કરાયો…

ભરૂચ શહેરની જે.પી.કોલેજ નજીક ભાજપ જિલ્લા યુવા મોરચા દ્વારા મતદાન ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરની જે.પી.કોલેજ નજીક ભાજપ જિલ્લા યુવા મોરચા દ્વારા મતદાન ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે મતદાન ચેતના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

સમગ્ર રાજ્યમાં ચૂંટણી પૂર્વે મતદાતા નોંધણીનું કામ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવાની શરૂઆત કરવામાં આવી છે. તારીખ 25 ઓગષ્ટથી 31 ઓગષ્ટ સુધી રાજ્યભરમાં યુવા મતદારોના નામની નોંધણી કરવામાં આવનાર છે, ત્યારે આજરોજ ભરૂચની જે.પી.કોલેજ નજીક ભાજપ જિલ્લા યુવા મોરચા દ્વારા મતદાન ચેતના અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે મતદાન ચેતના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મતદાન ચેતના અભિયાન અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને મતદાર તરીકેની નોંધણી કરાવવા ફોર્મનું વિતરણ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુવા મોરચાના પ્રભારી કૌશલ ભટ્ટ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભરૂચ યુવા મોરચા જીલ્લા પ્રમુખ ઋષભ, મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત જીલ્લાના અગ્રણીઓ અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story