Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રોનું કરાયું પુજન, દર વર્ષે દશેરાના દિવસે યોજાઇ છે કાર્યક્રમ

X

દશેરા એટલે કે વિજયાદશમીના દિવસે શસ્ત્રપુજન કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે ભરૂચના કાળી તલાવડી સ્થિત પોલીસ હેડ કવાટર્સ ખાતે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. અસત્ય પર સત્યના વિજયના પર્વ દશેરાની આજે ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે દશેરાના દિવસે ફાફડા- જલેબી આરોગવાની સાથે શસ્ત્ર પુજનના કાર્યક્રમ યોજાયાં હતાં. રાજપુત સમાજે શસ્ત્રોનું પુજન કર્યું હતું તો બીજી તરફ ભરૂચ પોલીસ હેડ ક્વાટર ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું પૂજન કર્યું હતું. આ પ્રસંગે ડીએસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહયો હતો. દર વર્ષે દશેરાના દિવસે પોલીસ હેડકવાટર્સ ખાતે શસ્ત્રપુજન કરવામાં આવે છે. આ પ્રસંગે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સંકલ્પ લીધો હતો.

હીંદુ પરંપરા મુજબ આજરોજ શસ્ત્રની પૂજા કરવામા આવે છે. જેના ભાગરૂપે આજરોજ જંબુસર પોલીસ તરફથી વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. શસ્ત્ર પૂજન વિધિમાં જંબુસર ડીવાયએસપી એ. જી. ગોહિલ, પી.આઈ. કે. વી. બારીયા, જંબુસર સીપીઆઈ એ. કે. વડિયા, પીએસઆઇ આઈ. એસ. પરમાર તેમજ જંબુસર પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Next Story