/connect-gujarat/media/post_banners/b3bf2471d318ef516870ec402f794788417d4095f0e553b4ddf699062a4b420b.webp)
પતંજલિ યોગપીઠ-હરિદ્વારના તત્વધાનમાં પરમ પૂજ્ય યોગ ઋષિ સ્વામી રામદેવ મહારાજ તથા પરમ શ્રદ્ધેય આચાર્ય બાલકૃષ્ણ મહારાજના દિવ્ય આશીર્વાદથી મહિલા પતંજલિ યોગ સમિતિ-ભરૂચ દ્વારા અનુભૂતિ ધામ, પ્રજાપિતા બહ્માકુમારી ઝાડેશ્વર ભરૂચ ખાતે યોગ સંવાદનું આયોજન કરવામા આવ્યું હતું.
યોગ ૠષિ પૂજ્ય સ્વામી રામદેવ મહારાજના પરમ શિષ્યા પૂજ્ય સાધ્વી દેવાદિતી, પૂજ્યા સાધ્વી દેવગરિમા તથા પૂજ્યા સાધ્વી દેવવાણીના દિવ્ય સાનિધ્યમાં પ્રજાપિતા બહ્માકુમારી અનુભૂતિ ધામ ખાતે યોગ સંવાદ યોજવામાં આવ્યો હતો. જેમાં અનુભૂતિ ધામના બીકે પ્રભાદીદી, બીકે અમિતા દીદી, મહિલા પતંજલિ યોગ સમિતિ સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્યા, મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી હેમા પટેલ તથા પતંજલિ સંગઠનની બહેનોએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.