Connect Gujarat
ભરૂચ

ભરૂચ : "નદી ઉત્સવ" અન્વયે નર્મદા પાર્ક ખાતે યોગા-મેડિટેશનનો કાર્યક્રમ યોજાયો...

રાજ્યભરમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત “નદી ઉત્સવ”ની ઉજવણી કરવામાં આવી રહી છે

X

રાજ્યભરમાં "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "નદી ઉત્સવ"ની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક નર્મદા પાર્ક ખાતે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં યોગા અને મેડિટેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહીં પણ આપણો ભારત દેશ છે. યોગ એ સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ જોડાણ કરવું કે, એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનું પ્રતિક અને આધ્યાત્મિક શિસ્ત છે. આજે સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે યોગ કરવામાં આવે છે. યોગની તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે. હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવ્યો છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંકલ્પ લેવામાં આવ્યો હતો કે, દેશના ઘરે-ઘરે યોગ પહોંચે અને લોકો રોગમુક્ત થાય. જેના ભાગરૂપે "આઝાદી કા અમૃત મહોત્સવ" અંતર્ગત "નદી ઉત્સવ" મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ નર્મદા પાર્ક ખાતે યોગ અને મેડિટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભરૂચના પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિ, ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ પ્રિતેશ પટેલ, ડી.કે.પટેલ સહિતના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં યોગપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story