Connect Gujarat
ભરૂચ

સુરત: સિક્કા સંગ્રહ કરવાના શોખને કારણે યુવકે 18 ભાષાની મેળવી જાણકારી; 50 હજાર સિક્કાનો કર્યો સંગ્રહ

સુરતના યુવકે કર્યો સિક્કાનો સંગ્રહ, 50 હજાર જેટલા સિક્કાનો સંગ્રહ કર્યો.

X

સુરતના એક યુવકને સિક્કાનો સંગ્રહ કરવાનો શોખ છે અને યુવકે 50 હજાર જેટલા સિક્કાઓનો સંગ્રહ કર્યો છે. જોકે મહતવની વાત ઓ એ છે કે યુવકને તેના આ શોખથી વિવિધ ભાષાઓની જાણકારી પણ મળી છે.

સુરતના એક યુવકને સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ છે. જોકે, પોતાના કલેક્શનના શોખની સાથે ભાષાઓની જાણકારી પણ મેળવી છે. વર્ષો પહેલા કયા સિક્કા કેવી રીતે અને ક્યાં ક્યાં ઉપયોગ થતા હતા? એ જણાવવા માટે આ સિક્કાઓનો અભ્યાસ કરવાથી જ ખબર પડી શકે છે કે, ઇતિહાસ કેવો હતો, અલગ અલગ સિક્કા પર અલગ અલગ ભાષા લખેલી હોવાથી સૌથી પહેલા તે શીખવું જરૂરી લાગતા સિક્કા સંગ્રહ કરવાની સાથે યુવકે તે ભાષાનું પણ જ્ઞાન મેળવ્યું છે.

અલગ અલગ સમયના 50 હજાર સિક્કાઓના સંગ્રહની સાથે સુરતના ભાવેશભાઈ લગભગ 18 જેટલી ભાષાઓ વિશે પણ જાણકારી ધરાવતા થઈ ગયાં છે. મૂળ જામનગરના અને હાલ સુરત કતારગામ દરવાજા પાસે રહેતા ભાવેશ બુસાએ જણાવ્યું હતું કે, ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યથી માંડીને અલગ અલગ રાજા મહારાજા વિશે અભ્યાસમાં આવતું હતું. તે વખતે જ તેના વપરાશમાં આવતા ચલણનો સંગ્રહ કરવાનો શોખ લાગ્યો હતો.

સમય જતા સિક્કા એકત્ર કરવાનું નક્કી કર્યુ હતું. છેલ્લા 18 વર્ષમાં ચંદ્રગુપ્ત મૌર્યના શાસનમાં વપરાતા મુદ્રાથી માંડીને, ગોલ્ડ, સિલ્વર, કોપર, લેડ, ધાતુ, એલ્યુમિનિયમ, ચાઇનાના બામ્બુ, બુલેટ કોઇન, ડોલ્ફિન કોઇન જેવા અલગ અલગ 50 હજારથી વધુ સિક્કાનું કલેશન હાલમાં તેઓ પાસે છે.

આ સહિત આવનારી પેઢીને આ બાબતે જાણકારી મળે તે માટે સુરત કામરેજ નજીક મ્યુઝિયમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં તેનું કામ પૂરું થયા બાદ લોકોને તેનો લાભ મળી રહે.

Next Story