Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા ભુજના ઇસમની પોલીસે કરી ધરપકડ

ભરૂચના પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્શને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે.

ભરૂચ: પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા ભુજના ઇસમની પોલીસે કરી ધરપકડ
X

ભરૂચના પરિવારને 7વર્ષથી ફેક ફેસબુક આઈડી દ્વારા પરેશાન કરતા શખ્શને ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી લોકઅપ ભેગો કરી દીધો છે. આરોપી સોશીયલ મીડીયાના માધ્યમથી ભોગ બનનાર પરિવારના સભ્યોના બિભત્સ ફોટો બનાવી સોશીયલ મીડીયા પર વાયરલ કરી બદનામ કરતો હતો.વર્ષ 2015 થી ચાલતા આ સિલસિલામાં પરિવારે ૩ ફરિયાદ પણ દાખલ કરાવી હતી. મામલાની તપાસ ભરૂચ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસને સોંપવામાં આવતા ભુજનો સતુભા સોમુભા માધુભા જાડેજા આ હીન કક્ષાની હરકત કરી રહ્યો હોવાનું સામે આવતા ઇસમને ભુજ ખાતેથી ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી ફેસબુક સાઇટ ઉપર ફરીયાદી તથા ફરીયાદીના પરિવારના સભ્યોનાં ફોટાઓ મેળવી તેમાં એડીટીંગ કરી અશ્લીલ ફોટાઓ બનાવી ફેસબુક એકાઉન્ટની ટાઇમલાઇન ઉપર અપલોડ કરવામાં આવી રહ્યા હતા. સાઇબર ક્રાઇમ પોલીસે એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસ સાથે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીને શોધી કાઢી મોટારેહા ગામ- ભુજ ખાતેથી ધરપકડ કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે.

Next Story