ભરૂચ: વ્યંઢળો ઘરે ઘરે ફરી દાપુ નથી ઉઘરાવી રહ્યા પરંતુ એવું કામ કર્યું કે તમે કહેશો વાહ !

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન જાગૃતિ માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે.

ભરૂચ: વ્યંઢળો ઘરે ઘરે ફરી દાપુ નથી ઉઘરાવી રહ્યા પરંતુ એવું કામ કર્યું કે તમે કહેશો વાહ !
New Update

લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષ સાથે તંત્ર દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે મતદાન જાગૃતિ માટે નવતર પ્રયાસ હાથ ધરાયો છે. ભરૂચમાં વ્યંઢળો ઘરે ઘરે ફરી લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપી રહ્યા છે.

આગામી લોકસભા ચૂંટણીની તૈયારીમાં તંત્ર પુરજોસમાં કામગીરી કરી રહ્યું છે. ત્યારે મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન પણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગથી હાથ ધરવામાં આવી રહ્યું છે.મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચનો વ્યંઢળ સમાજ પણ આગળ આવ્યો છે.જેઓ આજના સોશિયલ જમાનાના યુગમાં રીલ બનાવી તેમજ ઘરે ઘરે ફરી ને મતદાન અવશ્ય કરી યોગ્ય વ્યક્તિને ચૂંટવા માટે અપીલ કરી રહ્યા છે.વ્યંઢળ સમાજના મતદાન જાગૃતિના આ પ્રયાસ ને દીપ કુંવર બાએ વર્ણવી ચૂંટણી મહાપર્વમાં મતદાન માટે અપીલ કરી છે.

મતદાન જાગૃતિના આ અભિયાનમાં વ્યંઢળ સમાજના આ પ્રયાસમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીએ શ્રવણ સ્કુલ સહિત અન્ય સ્કૂલોને મતદાન જાગૃતિ માટે વિશેષ આયોજન કરવા અનુરોધ કર્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારીની અપીલને શ્રવણ સ્કૂલના સંચાલક અને જાણીતા કલાકાર વૈભવ બીનીવાલાએ તેમના કલાજગતના અનુભવના આધારે વ્યંઢળ સમાજ મતદાન માટે અપીલ કરે તે યોગ્ય લાગ્યું કારણકે આપણા ઘરે પણ પ્રસંગ હોય ત્યારે તેઓનું આગમન થતું હોય છે તો આ તો સમગ્ર રાષ્ટ્રનો મહા પર્વ છે ત્યારે તેઓ મતદાનની અપીલ કરે તો વધુના વધુ લોકો સુધી પોહચશે તેવુ તેઓએ જણાવ્યું હતું

વ્યંઢળ સમાજના આ પ્રયાસમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમરાએ પણ પ્રશંસા કરી મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓના મળી રહેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો

#Bharuch #Gujarat #program #Lok Sabha Election #Voter awareness campaign
Here are a few more articles:
Read the Next Article