Connect Gujarat
ભરૂચ

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવી...

મનસુખ વસાવાએ વિજય સંકલ્પ રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી

X

રાજકીય પક્ષના ઉમેદવારોના નામાંકન પત્ર ભરવાનો પ્રારંભ

ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ભર્યું પોતાનું નામાંકન

શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી યોજાય વિજય સંકલ્પ રેલી

શક્તિ પ્રદર્શન સાથે મનસુખ વસાવાએ નોંધાવી છે ઉમેદવારી

વિજય સંકલ્પ રેલીમાં મોટી સંખ્યામાં ટેકેદારો-કાર્યકરો ઉમટ્યા

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ વિજય સંકલ્પ રેલી યોજી શક્તિ પ્રદર્શન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પ્રથમ નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાના મંદિરે દર્શન કરી ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં વિજય સંકલ્પ રેલી પૂર્વે સભા ગજવી હતી. શક્તિનાથ મહાદેવના આશીર્વાદ મેળવી શક્તિ પ્રદર્શન સાથે વિજય સંકલ્પ રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા રવાના થયા હતા.

ઢોલ-નગારા અને બેંડવાજા સાથે શક્તિ પ્રદર્શન સ્વરૂપે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં ટેકેદારો અને કાર્યકરો ઉમટ્યા હતા. ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સરકારી ગાઇડલાઈન અનુસાર ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરી, ગઈ વખતની 3.50 લાખની સરસાઇને વટાવી આ વખતે 5 લાખ મતથી વિજયનો વિશ્વાસ વક્ત કર્યો હતો.

ભાજપ સંગઠન અને મોદી સરકારના કામથી વિજય નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ભાજપના ભરૂચ સંસદિય ક્ષેત્રના 6 ધારાસભ્યો સહિત અન્ય હોદ્દેદારો અને હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story