અસ્તિત્વની લડાઈ લડી રહેલ BSNL ભરૂચ નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં નવા રંગ રૂપમાં જોવા મળશે

આજે 17મી મે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ.આજના ટેલિકોમ્યુંનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે.

New Update
અસ્તિત્વની લડાઈ લડી રહેલ BSNL ભરૂચ નર્મદા જિલ્લામાં આગામી દિવસોમાં નવા રંગ રૂપમાં જોવા મળશે

આજે 17મી મે એટલે કે વિશ્વ દૂરસંચાર દિવસ.આજના ટેલિકોમ્યુંનિકેશનના જમાનામાં તેની મહત્તા ખૂબ વધી જવા પામી છે. દ૨ વર્ષે 17 મી મેના રોજ વિશ્વ દૂરસંચાર દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપનાની સ્મૃતિમાં ’વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે' તરીકે ઓળખાતો હતો. તેની સ્થાપના ૧૯૭૩માં મલાગા-ટોરેમોલિનોસમાં પ્લેનિપોર્ટેશરી કોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ ઈન્ટરનેટ અને નવી ટેક્નોલોજીઓ દ્વારા લાવવામાં આવેલા સામાજિક ફેરફારો અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો હતો. તેનો હેતુ ડિજિટલ વિભાજનને ઘટાડવામાં મદદ કરવાનો પણ છે. ટ્યૂનિસમાં ૨૦૦૫ની વર્લ્ડ સમિટ ઓન ઇન્ફર્મેશન સોસાયટીને પગલે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ દ્વારા વર્લ્ડ ઇન્ફોર્મેશન સોસાયટી ડે એ ૧૭ મેના રોજ જાહેર કરવામાં આવેલ આંતરરાષ્ટ્રીય દિવસ હતો. નવેમ્બર ૨૦૦૬માં, તુર્કીના અંતાલ્યામાં આઇટીયુ પ્લેનિપોર્ટેશરી કોન્ફરન્સે ૧૭ મેના રોજ વિશ્વ ટેલિકોમ્યુનિકેશન એન્ડ ઇન્ફર્મેશન સોસાયટી ડે તરીકે બંને ઇવેન્ટની ઉજવણી કરવાનું નક્કી કયું હતું.આજે વિશ્વમાં ટેલી કોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ ઝડપી પ્રગતિ થઈ છે અને 5G સેવા સાથે દરેક હાથમાં મોબાઈલ અને ડિજિટલ પેમેન્ટ પણ સામાન્ય લોકોના જીવન સાથે વણાઈ ગયું છે ત્યારે આ દિવસની મહત્તા સમજી શકાય તેમ છે..ત્યારે ભરૂચ બીએસએનએલ દ્વારા પણ આ વિશેષ દિવસની ઉજવણી નિમિતે લોકો માટે વિવિધ સુવિધા સસ્તી અને સારી મળે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હોવાનું ઓપરેશનલ DGM દિનેશ ચૌહાણે માહિતી આપી હતી ટાટા સર્વિસીસના સહકારથી આગામી દિવસોમાં 4G નેટ સેવા ઉપલબ્ધ કરાવશે જે માટે તમામ કામગીરીને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ નર્મદા જિલ્લામાં ગ્રાહક લક્ષી સુવિધાને પણ અદ્યતન બનાવવામાં આવી રહી હોવાનું પણ તેઓએ કહ્યું હતું...આમ ટેલિકોમ્યુનીકેશન દિને અસ્તિત્વની લડાઈ લડી રહેલ સરકારી બીએસએનએલ નવા રૂપ રંગ સાથે આગામી દિવસોમાં જોવા મળશે તેમ લાગી રહ્યું છે.