Connect Gujarat
ભરૂચ

મોરબી ગોઝારી ઘટનાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવા ભરૂચ-અંકલેશ્વરમાં ભાજપ દ્વારા યોજાય કેન્ડલ માર્ચ...

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી

X

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઠેર ઠેર યોજાય કેન્ડલ માર્ચ

2 મિનિટના મૌન દ્વારા મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડતાં અનેક જિંદગીઓ હોમાઈ જતા સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જેના પગલે તમામ રાજકીય પક્ષો દ્વારા એક દિવસીય કાર્યક્રમો મોકૂફ રાખી શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ મોરબી ઘટનાના મૃતકોની આત્માની શાંતિ માટે ભરૂચ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતેથી નીકળેલી કેન્ડલ માર્ચ વિવિધ વિસ્તારોમાં ફરી મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેન્ડલ માર્ચ દરમ્યાન ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, જીલ્લા મંત્રી જીજ્ઞેશ મિસ્ત્રી, જીલ્લા ઉપપ્રમુખ દક્ષા પટેલ, યુવા મોરચાના જીલ્લા પ્રમુખ ઋષભ પટેલ, શહેર યુવા પ્રમુખ મિહિર સોલંકી સહિત મોટી સંખ્યામાં ભજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

તો બીજી તરફ, અંકલેશ્વર શહેરમાં પણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં મોરબી બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ મૃતકોની આત્માની શાંતિ માટે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કેન્ડલ માર્ચ દરમ્યાન અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ દક્ષેશ મોદી, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story