/connect-gujarat/media/post_banners/7fee519c4c439d962ba69ee46071e848c0be75f98bad8b8623b32d17187eca3d.jpg)
7મી નવેમ્બર-1974થી થતી વર્લ્ડ નોટરી ડેની ઉજવણી
ભરૂચ નોટરી એસો. દ્વારા વર્લ્ડ નોટરી-ડેની ઉજવણી કરાય
પાંજરાપોળ ખાતે નોટરી એસો.ના સભ્યોએ કરી ગૌ પુજા
ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા વર્લ્ડ નોટરી ડેની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નોટરી એસોસિએશનના પ્રમુખ સહિત તમામ સભ્યો ગૌ પુજા કરી હતી. કોઈપણ વેરિફિકેશન, મકાન દસ્તાવેજ, એફિડેવિટ, ડોક્યુમેન્ટ સહિતના વિવિધ વેરિફિકેશન માટે નોટરીના સિગ્નેચરનું મહત્વ રહેલું છે. જેની કેન્દ્ર સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે છે. વર્ષ 1974ની 7મી નવેમ્બરથી વર્લ્ડ નોટરી ડેની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી,
ત્યારે આજે તા. 7મી નવેમ્બર વર્લ્ડ નોટરી ડેની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા ભરૂચના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ ખાતે નોટરી ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નવનિયુક્ત થયેલ નોટરી સભ્યોને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ સુરેશ મહેતા, મંત્રી મહેન્દ્ર કંસારા, નોટરી લતા સેલત, નોટરી મહેન્દ્રસિંહ બોડાણા, પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ સહિતના મહનુભાવોએ ઉપસ્થિત રહી ગૌ પૂજન કર્યું હતું.