ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત, 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે

ડેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે.

New Update
ચૈતર વસાવાને હાઇકોર્ટમાંથી મળી મોટી રાહત, 12 જૂન સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ કરી શકશે

વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. નર્મદા જિલ્લામાં ન પ્રવેશવાની શરતે જામીન આપ્યા હતા. જોકે, લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પ્રચાર માટે મંજૂરી માગી હતી જેને રાજપીપળાની સેશન્સ કોર્ટે ફગાવી દેતા હાઈકોર્ટમાં અરજી હતી. જેમાં હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપી હતી.

ગુજરાત હાઇકોર્ટે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ માટે આપી મંજૂરી હતી.ડેડિયાપાડાના બોગજ ગામના નિવાસે વનકર્મીઓને બોલાવી ધમકી આપવાના ગુનામાં ધારાસભ્ય ચૈતર વસાવા હાલ શરતી જામીન પર મુક્ત છે. લોકસભાના ઉમેદવાર હોવાથી પ્રચાર કરી રહ્યા છે, પણ કોર્ટે તેમને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે જામીન આપ્યા હતા. દેડિયાપાડા વિધાનસભા બેઠક નર્મદા જિલ્લામાં આવતી હોવાથી ત્યાં પ્રચાર કરવો જરૂરી હોવાથી ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં પ્રવેશ માટેની મંજૂરી કોર્ટ પાસે માગી હતી. રાજપીપળાની સેશન્સ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

Latest Stories