ભરૂચ: લોકસભા બેઠકના 13 ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવાયા,વાંચો કોણ ક્યા ચિન્હ પર લડશે

આજરોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતુ જેના કારણે ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે

New Update
ભરૂચ: લોકસભા બેઠકના 13 ઉમેદવારોને ચૂંટણી ચિન્હ ફાળવાયા,વાંચો કોણ ક્યા ચિન્હ પર લડશે

ભરૂચ લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી લડશે. આજરોજ ફોર્મ પરત ખેંચવાના દિવસે એક પણ ઉમેદવારી પત્ર પરત ખેંચાયું ન હતુ જેના કારણે ભરૂચ બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા તમામ ઉમેદવારોને ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવી છે કયા ઉમેદવારને કયું ચૂંટણી ચિન્હ મળ્યું તેના પર નજર કરીએ

૧) ચૈતર વસાવા - ઝાડુ

૨) મનસુખ વસાવા - કમળ

૩) ચેતન વસાવા - હાથી

૪) ગીતાબેન માછી - ઓટો રિક્ષા

૫) દીલીપ વસાવા - હૉકી અને દડો

૬) ઈસ્માઈલ પટેલ -પ્રેશર કુકર

૭) ધર્મેશ વસાવા - ખાટલો

૮) નવીન પટેલ - માઇક

૯) નારાયણ રાવલ - કીટલી

૧૦) મિર્જા આબિદબેગ - માચીસપેટી

૧૧) મિતેષ પઢિયાર - સ્કુલ બેગ

૧૨) યુસુફવલી અલી - ગેસ સિલિન્ડર

૧૩) સાજીદ મુન્શી - કાતર

Latest Stories