/connect-gujarat/media/post_banners/48927af88eca57f04a4e6c16abe5d7079f4fce4958c5349207569f0d37e3f2cb.webp)
ભરૂચ ખાતે છાત્ર સંસદ દ્વારા યુવા ઉત્સાહી ઓના વિચારો, સુચનો અને તેમના યુવા દ્રષ્ટિકોણના એક અદ્ભુત નજારાનું સાક્ષી બનવા માટે તૈયાર છે, ત્યારે એમીકસ ઈન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચ ખાતે યુથ પાર્લામેન્ટનું તા. 11થી 13 ઓગસ્ટ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું છે.
આ અસાધારણ ઇવેન્ટ તા. 11થી 13 ઓગષ્ટ દરમિયાન યોજાવાની છે, ત્યારે ભરૂચના આંગણે સૌપ્રથમ વાર યોજાઇ રહેલ આ મેગા ઇવેન્ટમાં ભરૂચ જિલ્લાના 600થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. જેઓ આગામી ચૂંટણીઓ પૂર્વે વિધાનસભા, લોકસભા,રાજ્યસભા, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદને લગતા બિલો પર ચર્ચા કરાશે. આ અંગેની માહિતી પૂરી પાડવા એમીકસ ઈન્ટરનેશનલ સ્કૂલ-ભરૂચ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચમાં યુવા સંસદ માત્ર એક ઘટના નથી, તે એક ભાવનાત્મક પ્રવાસ છે. ઉડાન ભરતા સપના અને ઉદ્દેશ્ય સાથે પડઘો પાડતા યુવા વિચારો દેશ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. એમીકસ ઈન્ટરનેશનલ સ્કૂલના ડાયરેક્ટર CA ઉત્પલ શાહે યુથ પાર્લામેન્ટના આયોજન અંગે માહિતી આપતા હૃદયપૂર્વક જણાવ્યું હતું કે, "એમીકસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં, અમે કરુણા, બુદ્ધિ અને નેતૃત્વના બીજને પોષવામાં માનીએ છીએ. ભરૂચ યુવા સંસદ આ યુવાઓને તકોથી અમર્યાદિત ભવિષ્ય તરફ માર્ગદર્શન આપવાની અમારી પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરે છે. આ પ્રસંગે AECC ગ્લોબલના ગુજરાત હેડ, શ્રેયસ જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ યુથ પાર્લામેન્ટમાં પસાર થયેલા તમામ કરાવો અને બિલોને તેમની મંજૂરી માટે વડાપ્રધાન કાર્યાલય, નીતિ આયોગ અને સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવશે તેમ જણાવ્યુ હતું.