Connect Gujarat
ભરૂચ

ગીર પંથક : વન વિભાગની કનડગતથી ત્રસ્ત માલધારીઓ, જુનાગઢ વન વિભાગની કચેરીએ આપ્યું આવેદન

ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

X

ગીર પંથકના માલધારીઓ વન વિભાગની કનડગતથી ત્રસ્ત બની જુનાગઢ ખાતે ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ગીરમાં વસવાટ કરતા માલધારીઓને નેસફેરની હંગામી મંજૂરી આપવામાં ન આવતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. સાથે જ સાંજના 6 વાગ્યા બાદ તેમના વાહનોને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી, માલધારીઓને ત્યાં આવતા મહેમાનોને પણ રોકાવા દેવામાં આવતા નથી. ઉપરાંત વારસાઈ એન્ટ્રી પાડી દેવામાં આવતી નથી, મસવાડીની પણ અનેક મુશ્કેલીઓ થઈ રહી છે. આવા અનેક મુદ્દે માલધારીઓ છેલ્લા ઘણા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા ગીર પંથકના માલધારીઓએ જુનાગઢ સરદાર બાગ સ્થિત વન વિભાગની કચેરી ખાતે દોડી આવી ડીસીએફ અને સીસીએફને આવેદન પત્ર આપી તાત્કાલિક સમસ્યાઓનું નિરાકરણ લાવવા માંગ કરી હતી.

Next Story