ભરૂચના ઝાડેશ્વર ગ્રામ પંચાયતની હદમાં રહેતા 64 વર્ષીય ચંદનબેન ભરતભાઈ પટેલ 15 એપ્રિલ 2021ના રોજ મૃત્યુ પામ્યા હતા અને આટલા દિવસ બાદ આજે મૃત્યુ પામેલી મહિલાએ કોરોના વેક્સિન લીધી હોવાનું પ્રમાણપત્ર શુકલતીર્થના આરોગ્ય કેન્દ્ર ઉપરથી સામે આવ્યું છે. મૃત્યુ પામેલી મહિલાએ આજે કોરોના વેક્સિન લીધી હોય તે અંગેના પ્રમાણપત્ર સાથે એપ્રિલ મહિનામાં મૃત્યુ સમયના મરણનું પ્રમાણપત્ર સાથે બંને પ્રમાણપત્રની નકલ સતત સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં લોકોમાં કુતૂહલ સર્જાયું છે. સ્વ. ચંદનબેન ભરતભાઈ પટેલ એપ્રિલ મહિનામાં મૃત્યુ પામ્યા હતા તો તેઓના નામથી આજે કોરોના વેક્સિન કોણે મુકાવી.? જેવા પ્રશ્નો ઊભા થાય છે. એક વાત નિશ્ચિત છે કે મરણ પામેલા લોકોનું વેક્સિનેશન ન થયું હોવા છતાં રસી લીધી હોવાના પ્રમાણપત્રો સામે આવી રહ્યા છે. જેમાં ચોક્કસપણે તંત્રની બેદરકારી જણાઈ રહી છે.
કનેક્ટ ગુજરાતનાં સવાલ:-
મરણ જનાર મહિલા કેવી રીતે રસી મુકાવી શકે....?
શું તંત્ર ઘોર નિંદ્રામાં ઊંઘી રહ્યું છે...?
મરણ જનાર મહિલાના નામે રસી કોણે મુકાવી...?