Connect Gujarat
ભરૂચ

ભરૂચના 32 ગામોમાંથી પસાર થતાં 70 KMના દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં ખેડૂતોના વળતર મુદ્દે વિરોધનું વિઘ્ન દૂર..!

X

1500 ખેડૂતોની જમીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત

અન્ય જિલ્લાને આપાયેલ ભાવને લઈ ખેડૂતો વિરોધમાં અડ્યા

અંતે રૂ.600 લેખે ભાવની સર્વ સહમતી સંધાતા વિવાદનો અંત

ભરૂચ જિલ્લાના 1500 ખેડૂતોની 2700 એકર જમીન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં સંપાદિત થઈ છે. જોકે, જિલ્લાના અસરગ્રસ્ત ખેડૂતો સુરત, નવસારી અને વલસાડ જિલ્લાને આપાયેલ ભાવને લઈ વિરોધમાં અડ્યા રહ્યા હતા. સતત અઢી વર્ષથી ચાલતો ખેડૂતોનો વિરોધ છેલ્લા કેટલાક દિવસોથી વ્યાપક અને ઉગ્ર બન્યો હતો. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ અગાઉ આપેલા ભાવોને લઈ NHAI કોર્ટમાં ગયું હતું, જ્યાં નવો ભાવ 370 ખેડૂતોને મંજૂર ન હતો. આ દરમિયાન ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, ડી.કે. સ્વામી, રીતેશ વસાવાની ઉપસ્થિતીમાં ખેડૂતો સાથે બેઠક યોજાય હતી. જિલ્લા કલેકટરે ખેડૂતોને ઊંચી જંત્રીને લઈ જિલ્લાના તમામ ખેડૂતોને થનારી અસરોથી વાકેફ કર્યા હતા. અંતે રૂપિયા 600 લેખે ભાવ મળે તે માટે સર્વ સહમતી સંધાતા વિરોધ-વિવાદનો અંત આવે તેવી સુખદ સ્થિતિ સર્જાવા સાથે ખેડૂતોમાં પણ રાહત અને ખુશી જોવા મળી છે. ભરૂચથી હવે દોઢ વર્ષથી અટકેલ એક્સપ્રેસ-વેનું કામ સડસડાટ ચાલતા આગામી સમયમાં વડોદરાથી અંકલેશ્વર સુધીનો એક્સપ્રેસ-વેનો ભાગ કાર્યરત થઈ જાય તેવી ઉજળી તકો સર્જાય રહી છે.

Next Story