ભરૂચ:MLA રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ,અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે

New Update
ભરૂચ:MLA રમેશ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ,અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ નો સમગ્ર રાજ્યમાં શુભારંભ કરવામાં આવ્યો છે.જેના અનુસંધાને ભરૂચ જિલ્લામાં ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના અધ્યક્ષપદે જિલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાયો હતો.આ વેળાએ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૦૫ થી સમગ્ર રાજ્યમાં શરૂ થયેલ આ મહોત્સવનો બે દાયકા સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યા છે.

વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે, આપણો દેશ કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે.આપણને તો કૃષિ એ વારસામાં મળેલ વ્યવસાય છે.આમ,કૃષિને જડ સાથે જોડાયેલ વ્યવસાય ગણાવ્યો હતો.વધુમાં તેમણે કૃષિ સુધારણાના અનેકવિધ પગલાં રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ રાજ્ય પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે પ્રગતિ હાંસલ થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.તેની પણ ધારાસભ્યએ સરહાના કરી હતી.