Connect Gujarat
ભરૂચ

ઝઘડીયા : તોઠીદરા ગામે નર્મદા નદીમાં મશીન ફસાયું, ડ્રાયવર ઉંઘતો રહયો અને જળસ્તર વધી ગયું

ઓરસંગ નદીના નીર નર્મદામાં આવ્યાં છોટાઉદેપુર જિલ્લામાં થઇ રહયો છે ભારે વરસાદ

X

છોટાઉદેપુર જિલ્લામાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ઓરસંગ નદીમાં વિપુલ માત્રામાં પાણીની આવક થઇ છે. ઓરસંગના પાણી નર્મદા નદીમાં આવતાં હોવાથી નર્મદા નદીની સપાટી પણ વધી છે. આવા સંજોગોમાં ઝઘડીયા તાલુકાના તોઠીદરા ગામે રેતી ખનન માટે વપરાતાં મશીનનો ઓપરેટર નદીની વચ્ચે ફસાય ગયો હતો. બનાવની જાણ થતાં બોટ મોકલીને ઓપરેટરને બચાવી લેવાયો હતો જયારે મશીન હજી નદીના પાણીમાં ગરકાવ છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઓરસંગ નદી સહિત અનેક નદી નાળા છલકાયા છે. ઓરસંગ નદીના પાણી નર્મદા નદીમાં ભળતાં હોય છે. સોમવારે વહેલી સવારે નર્મદા નદીના જળસ્તરમાં અચાનક વધારો થયો હતો. આ દરમિયાન ઝઘડીયાના તોઠીદરા ગામે રેતી ખનન માટેના મશીનનો ઓપરેટર નદીની વચ્ચે ફસાય ગયો હતો. નદીના જળસ્તરમાં વધારો થતાં અન્ય મશીનોના ઓપરેટરો નદીમાંથી બહાર નીકળી ગયાં હતાં જયારે આ મશીનનો ઓપરેટર ઉંઘતો હોવાથી તેને જળ સ્તર વધી રહયાં હોવાની જાણ થઇ ન હતી. નદીના પાણીમાં અડધુ મશીન ગરકાવ થઇ જતાં ઓપરેટર ફસાઇ ગયો હતો. ગામલોકોએ બોટ મોકલતાં ઓપરેટર તેમાં બેસી સહીસલામત રીતે કિનારે આવી ગયો હતો.

Next Story