Connect Gujarat
ભરૂચ

ભરૂચ નેત્રંગ પોલીસ મથકના જમાદાર લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા, વાંચો કેમ માંગી હતી લાંચ

ભરૂચ નેત્રંગ પોલીસ મથકના જમાદાર લાંચ લેતા ACBના હાથે રંગે હાથ ઝડપાયા, વાંચો કેમ માંગી હતી લાંચ
X

ભરૂચ જિલ્લાના વાલિયા પોલીસ મથકના જમાદાર ACBના હાથે લાંચ લેતા રંગે હાથ ઝડપાયા જમાદારે ફરિયાદ ન થવા દેવા લાંચ માંગી હતી..

બનાવની માહિતી એવી છે ફરીયાદીના ભાઇ રાજેશ નાઓની વિરૂધ્ધ અમદાવાદના વિરલ ઠક્કર નાઓએ ફરીયાદીના ભાઇ પાસેથી ઓનલાઇન એ.સી. મંગાવેલ હોય અને તેનું પેમેન્ટ પણ કરી દીધેલું હોય પરંતુ તે વિરલ ઠક્કર નાઓને એ.સી.ની ડીલીવરી ન મળતા વિરલ ઠક્કર નાઓએ નરોડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરાવેલ. જે અનુસંધાને નરોડા પોલીસના ચાર પોલીસ માણસો ફરીયાદીના ભાઇને અટક કરવા સારૂ તા. ૧૦/૦૭/૨૦૨૩ ના રોજ નેત્રગ પોલીસ સ્ટેશન ખાતે આવેલ. તે વખતે નેત્રંગ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઇ. કે.એન.વાઘેલાના રાયટર તરીકે નોકરી કરતા વિજયસિંહ કાના નાઓએ ફરીયાદીને જણાવેલ કે તમારા ભાઇના વિરૂધ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. અને તેમને અટક કરવા નરોડાથી પોલીસ આવેલ છે.

આ વિજયસિંહે ફરીયાદીને જણાવેલ કે તમારા વિરૂધ્ધમાં પણ નરોડા પોલીસ સ્ટેશનમાં રૂ. ૫૬,૦૦૦/- ની ફરીયાદ થયેલ છે. જો તારે તે ફરીયાદ ન થવા દેવી હોય તો રૂ. ૫૬,૦૦૦/- તથા મારા અને પી.એસ.આઇ. સાહેબના વ્યવહારના રૂ. ૪૪,૦૦૦/- એમ ટોટલ રૂ. ૧,૦૦,૦૦૦/- આપવા પડશે. જેથી ફરીયાદીએ રૂ. ૧,૦૦,૦૦૦/- ની વ્યવસ્થા કરી ફરીયાદીના મિત્ર વિનોદભાઇ દીલીપભાઇ પટેલ નાઓના હસ્તે આ વિજયસિંહને હાથો-હાથ આપેલ. બાદ તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ ફરીયાદી અને તેમના મિત્ર વિનોદભાઇ પટેલ નાઓ નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે આ વિજયસિંહને મળવા ગયેલ અને ફરીયાદીએ તેઓના ભાઇ વિશે પુછ પરછ કરેલ. તે વખતે વિજયસિંહે જણાવેલ કે તમે મારૂ નામ ખરાબ કરી નાખ્યુ. તમે આપેલા રૂ. ૧,૦૦,૦૦૦/- માં રૂ. ૮,૦૦૦/- ઓછા નીકળ્યા છે. જેથી તમારે રૂ. ૮,૦૦૦/- આપવા પડશે. જેથી ફરીયાદીએ જણાવેલ કે બે ત્રણ દિવસમાં હું આપી દઇશ. જેથી ફરીયાદી આ વિજયસિંહને લાંચની રકમ રૂ.૮,૦૦૦/- આપવા માંગતા ના હોય જેથી પોતાની ફરીયાદ જાહેર કરતાં તેઓની ફરીયાદ આધારે આજરોજ તા.૨૬/૦૭/૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી પંચ-૧ રૂબરૂ રૂા. ૮,૦૦૦/- માંગણી કરી, સ્વીકારી, સ્થળ પર પકડાઇ જઇ પોતાના રાજય સેવકના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત.

ટ્રેપ કરનાર અધિકારી :-

એમ.કે. સ્વામી, પોલીસ ઇન્સ્પેકટર, એ.સી.બી. વડોદરા ફીલ્ડ તથા સ્ટાફ.

સુપર વિઝન અધિકારી :-

પી.એચ. ભેસાણીયા, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ, વડોદરા.

Next Story