શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે યોજાયો મેડિકલ કેમ્પ...

જુના તવરા ગામ ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોન કરવામાં આવ્યું હતું.

New Update
શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામે યોજાયો મેડિકલ કેમ્પ...

ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોન કરવામાં આવ્યું હતું.

શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ટ્રસ્ટ દ્વારા ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનોએ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. સમાજ દ્વારા અગાઉ પણ સેવાના અનેક કાર્યક્રમો કરી સમાજ અને અન્ય લોકોને મદદરૂપ થવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. દર વર્ષે અલગ અલગ ગામડાઓમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે, ત્યારે આ વર્ષે જૂના તવરા ગામે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સમાજના બળવંતસિંહ ચાવડા, પ્રવિણસિંહ ગોહિલ, કરસનસિંહ ગોહિલ, ભાવસિંહ ગોહિલ સહિતના સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો.