Connect Gujarat
ભરૂચ

સાંસદ મનસુખ વસાવાનો MLA ચૈતર વસાવાને “કટાક્ષ”, કહ્યું : “ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી”

પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહીં... ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો,

X

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના જંબુસર-આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં ફિલ્મી ડાયલોગ બોલતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. ભરૂચના સાંસદ સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, “ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી, અને ચાલવાના પણ નથી.

પુષ્પા ફિલ્મમાં પુષ્પારાજનો ડાયલોગ મેં ઝુકેગા નહીં... ખૂબ ફેમસ થયો હતો. આ ડાયલોગ પુષ્પારાજ ફિલ્મના કલાકાર અલ્લુ અર્જુનના મુખે આપણે સાભળ્યો હતો, તેમજ 'ક્યાં લગતા થા નહીં લોટેંગે, ગલત જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહી' માંઝી ફિલ્મ ધ માઉન્ટેન મેનના કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકીના મુખે આ ડાયલોગ સાંભળ્યો છે, ત્યારે હાલ ભાજપ હોય કે, કોંગ્રેસ પક્ષ. તમામ પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહી છે. આ વચ્ચે જેલમાંથી છૂટ્યા બાદ ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બન્ને ફિલ્મી ડાયલોગ ભરૂચના જંબુસર-આમોદની આમ આદમી પાર્ટીની સંકલન બેઠકમાં બોલતાં જ રાજકીય માહોલ ગરમાયો છે.

જંબુસર-આમોદમાં ચૈતર વસાવાની અધ્યક્ષતામાં આમ આદમી પાર્ટીની સંકલન બેઠક મળી હતી. જેમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. જેની સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે પાર્ટીથી ઉપર રહીને આત્મીય સંબંધ છે. પ્રધાનમંત્રીને હું જ્યાં પણ મળું છું, મને પ્રેમથી બોલાવે છે. ભરૂચ લોકસભા જીતવા માટે અમે કોઈપણ બીજી પાર્ટીને ગાળો દેતા નથી. અમે જીતવાના જ છે. ભરૂચ લોકસભા બેઠક માટે સાંસદે વધુમાં જણાવ્યુ હતું કે, 2019ની ચૂંટણી જીત્યો ત્યારથી જ 2024ની ચૂંટણી જીતવાની તૈયારી ચાલુ કરી દીધી હતી. મનસુખ વસાવાની પણ લોકસભા જીતવાની તૈયારી છે. તો બીજી તરફ, આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફિલ્મી ડાયલોગમાં કરેલા ભાષણ મુદ્દે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યુ હતું કે, “ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી, અને ચાલવાના પણ નથી.

Next Story