Connect Gujarat
ભરૂચ

મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મહિલા મેયર નીકળ્યા ધોળાવીરાના પ્રવાસે, ભરૂચના સાયકલિસ્ટે કર્યું સ્વાગત...

ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે જ ભરૂચના સાયકલિસ્ટો પણ તેઓની મુલાકાત લેતા હોય છે

X

મહિલા સશક્તિકરણ, પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈથી ધોળાવીરાના પ્રવાસે જતા પ્રથમ સાયકલિસ્ટ મહિલા મેયર ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચતા ભરૂચના સાયકલિસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

ભારતભરમાંથી પ્રવાસે નીકળેલ સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે જ ભરૂચના સાયકલિસ્ટો પણ તેઓની મુલાકાત લેતા હોય છે, ત્યારે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદા ભરૂચ આવી પહોંચ્યા હતા. તેઓ મહિલા સશક્તિકરણ, પર્યાવરણ બચાવો જેવી અનેક મુહિમો સાથે મુંબઈથી ધોળાવીરાના પ્રવાસે જવા નીકળ્યા છે. સાયકલિસ્ટ ફિરોઝા દાદાએ જણાવ્યું હતું કે, "ધોળાવીરાની ટુરનો ભાગ બનીને હું રોમાંચિત છું. કારણ કે, ટકાઉ મુસાફરીને પ્રોત્સાહન આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી. પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાળા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે. સાયકલિંગ એ માત્ર એક રમત નથી. પરંતુ જીવન જીવવાની રીત છે, અને માનસિકતા અને ટકાઉપણુંમાં પરિવર્તન લાવવાનું સાધન છે, ત્યારે સામાજિક કાર્ય સાથે જોડાયેલ મહિલા મેયર વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઇમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે. જેથી મહિલા શશક્તિકરણ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓ ચિંતિત થઈ લોકોને જાગૃત કરવા સાઇકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે.

Next Story