જૂના ભરૂચના ઉંચાણવાળા વિસ્તારમાં પાલિકાનું પાણી નથી પહોંચતું, પરંતુ અહી ભુગર્ભ ટાંકા બન્યા છે આશીર્વાદરૂપ

ઊંચાઈવાળા વિસ્તારોમાં નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે.

જૂના ભરૂચના ઉંચાણવાળા વિસ્તારમાં પાલિકાનું પાણી નથી પહોંચતું, પરંતુ અહી ભુગર્ભ ટાંકા બન્યા છે આશીર્વાદરૂપ
New Update

ભરૂચ શહેરના ઊંચાઈવાળા વિસ્તારોમાં નગરપાલિકાનું પાણી પહોંચતું નથી, જેના કારણે કેટલાય વિસ્તારના લોકો પીવાના પાણી માટે વલખા મારતા હોય છે. પરંતુ જુના ભરૂચના ઘણા વિસ્તારોમા વર્ષો જુના મકાનોમાં ભૂગર્ભ જળના ટાંકાઓ આર્શીવાદરૂપ બન્યા છે.

ચોમાસાની ઋતુમાં વરસતા વરસાદના પાણીને ટાંકામાં સંગ્રહ કરી આજ પાણીનો ઉપયોગ પીવા અને જમવાનું બનાવવા સાથે વપરાશમાં પણ લઈ કુદરતી પાણીનો સદુપયોગ જુના ભરૂચ વિસ્તારના કેટલાક સ્થાનિકો કરી રહ્યા છે. જુના ભરૂચના નર્મદા નદી કાંઠે આવેલા ઘણા ઉંચાઈવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકાનું પાણી રહીશો સુધી પહોંચતું નથી. પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળના ટાંકાઓ આર્શીવાદરૂપ સાબિત થઈ રહ્યા છે. ચોમાસાના 4 મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ 25થી 30 ફૂટ ઉંડા ભુગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને આ પાણીનો ઉપયોગ શિયાળો, ઉનાળો આમ 8 મહિના સુધી ઉપયોગમાં લેવામાં આવે છે, અને એટલે જ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આર્શીવાદરૂપ સાબિત થયું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે, ગુજરાતમાં સરકારની નલ સે જલ યોજના ચાલી રહી છે, અને ભરૂચના કેટલાય ઊંચાઈવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં જ ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી. પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર પર રહેલા મકાનોમાં વરસાદનું કુદરતી પાણી કાયમી આર્શીવાદરૂપ બન્યું હોય તેમ લાગી રહ્યું છે.

#Bharuch #Gujarat #CGNews #juna bharuch #Old Bharuch #Municipal water #underground tanks #water issues
Here are a few more articles:
Read the Next Article