Connect Gujarat
ધર્મ દર્શન 

નર્મદા : ગરુડેશ્વર ગામથી 21 દિવસીય પંચકોશી પરિક્રમાનો આજથી પ્રારંભ, પરિક્રમાનુ છે વિશેષ મહત્વ

પાવન સલીલા માં નર્મદાની આજથી પંચકોશી પરિક્રમાનો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે.મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો

X

પાવન સલીલા માં નર્મદાની આજથી પંચકોશી પરિક્રમાનો નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે.મોટી સંખ્યામાં ભક્તોએ પરિક્રમામાં ભાગ લીધો.

ભારતમાં માત્ર એક જ નદી એવી પવિત્ર છે જેની પરિક્રમા થાય છે. એવી પુણ્ય સલિલા માં નર્મદા, નર્મદાની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ આજથી થયો છે. 21 દિવસ ચાલનારી આ પરિક્રમામાં રોજના હજારો ભક્તો આ પરિક્રમા કરે છે. નર્મદાના ગરુડેશ્વર ગામેથી પ્રારંભ થયો છે. ઉત્તર દિશા તરફ વહેતી પુણ્ય સલીલા માં નર્મદાનું અનેરું મહાત્મ્ય છે.નર્મદા દર્શનથી પાપ નાશ થઇ જય છે. ત્યારે નર્મદા નદીની પરિક્રમાનું પણ વિશેષ મહત્વ છે. આ પરિક્રમા રોજ 17 કલાક ચાલી 30 કિલોમીટર ફરી રામપુરામાં પૂર્ણ કરવામાં આવે નર્મદા નદીને પુરાણોમાં માનું સ્વરૂપ અપાયું છે અને એટલા માટે જ નર્મદા ભક્તો પુણ્ય કમાવવા અને નર્મદાની ભક્તિ કરવા માટે નર્મદા નદીની પરિક્રમા પગપારા કરે છે.કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી,યમુનાનું આચમન કરવાથી જેટલું પુણ્ય મળે એટલું પુણ્ય નર્મદા નદીના દર્શન માત્રથી મળે છે.

Next Story