/connect-gujarat/media/post_banners/e8d628cb9bc79ce1720da06cce9297806a5f4a5020ec129ea6a24715643df262.jpg)
કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યાં બાદ જંગલ સફારી સહિતના અનેક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં જંગલ સફારીનો પણ સમાવેશ થાય છે. જંગલ સફારીમાં દેશ તથા વિદેશની અનેક પ્રજાતિઓના પશુઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યાં છે.જંગલ સફારીમાં બંગાળના પ્રખ્યાત સફેદ વાઘને રાખવામાં આવ્યો છે જેનું નામ વીર પાડવામાં આવ્યું છે. વીરની સાથીદાર તરીકે હવે માદા વાઘને લાવવામાં આવી છે. આમ જંગલ સફારીમાં હવે મુલાકાતીઓ સફેદ વાઘની બેલડીને નિહાળી શકશે. સફેદ માદા વાઘ શક્તિને લાવવા માટે ભારત સરકારની સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી દ્વારા ઝુ આદાન પ્રદાનની દરખાસ્તને માત્ર ૧ જ દિવસમાં પરવાનગી આપી છે. ભવિષ્યમાં તેમનાં બચ્ચા પણ નિ:સંદેહ જંગલ સફારીનું આકર્ષણ બની રહેશે