Connect Gujarat
ભરૂચ

ભરૂચમાં ભાજપને કોંગ્રેસ જ જીતાડે છે..!, જાણો ક્યાં રહી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સૂચક ગેરહાજરી..!

કહેવાય છે કે, જ્યાં વિપક્ષ મજબૂત હોય, ત્યાં સત્તાપક્ષ હમેશા સારું કામ કરતું હોય છે. ભરૂચ જિલ્લાની જો વાત કરીએ, તો જીલ્લામાં વિપક્ષના નામે શૂન્ય છે.

X

કહેવાય છે કે, જ્યાં વિપક્ષ મજબૂત હોય, ત્યાં સત્તાપક્ષ હમેશા સારું કામ કરતું હોય છે. ભરૂચ જિલ્લાની જો વાત કરીએ, તો જીલ્લામાં વિપક્ષના નામે શૂન્ય છે. ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો પૈકી ભરૂચ સમસાદ અલી સૈયદ અને અંકલેશ્વરના શરિફ કાનુગા જાણે સક્રિય જણાય છે. ભરૂચમાં કોંગ્રેસ શહેર પ્રમુખ પોતાની સમગ્ર ટીમ લઈને ભાજપ જતાં રહ્યા, ત્યારે પણ વિપક્ષના નામે શૂન્ય હતું. જેવી રીતે સારા કાર્યો થાય છે, ત્યારે સેનાપતિ વખણાયા છે.

એવી જ રીતે જ્યારે કામમાં નિષ્ફળતા જણાય, ત્યારે પણ જવાબદારી સેનાપતિએ લેવી જોઈએ. ભરૂચ જીલ્લામાં છેલ્લી 2 ટર્મથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય એવા પરિમલસિંહ રણા તદ્દન નિષ્ક્રિય જણાય રહ્યા છે, જ્યારે શાસક પક્ષ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે અને પ્રજા ઇનો વિરોધ કરી હોય, ત્યારે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા પ્રજાની વ્હારે નજરે પડતાં નથી. ઉદાહરણની વાત કરીએ તો, તવારા-શુકલતીર્થ ટીપી યોજનાની જાહેરાત થતાંની સાથે જ એ વિસ્તારના ખેડૂતોએ ટીપી સ્કીમની ભૂલો ભારે વિરોધ કર્યો હતો, અને રેલી સ્વરૂપે ખેડૂતો વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરી પહોચ્યા હતા, ત્યારે આવા સમયે પણ ભરૂચ જિલ્લા કોંગ્રેસ તરફથી ખેડૂતોને કોઈ સહકાર આપવામાં આવ્યો નહોતો. વિરોધ પક્ષના પ્રમુખ પરિમલસિંહ રણા તો ન જ દેખાયા. પણ કોંગ્રેસનો કોઈ નેતા-કાર્યકર્તા ખેડૂતોની સાથે ઊભા જોવા નહોતા મળ્યા. ટીપી સ્કીમનો ખુદ ભાજપના ધારાસભ્યએ વિરોધ કર્યો, પરંતુ કોંગ્રેસ ક્યાય પણ ન દેખાઈ.

ભારત માલા યોજનામાં ભરૂચ જિલ્લાના કેટલાક ખેડૂતોને જમીન આપ્યા બાદ પણ યોગ્ય વળતર મળ્યું ન હતું. વાત દિલ્હી સુધી પહોચી, પ્રદેશ કોંગ્રેસની પ્રતિક્રિયા પણ આવી. પરંતુ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુષુપ્ત અવસ્થામાં રહ્યા. ભરૂચ જીલ્લામાં વાત રોડ-રસ્તાની હોય, સાફ-સફાઈની હોય અથવા પીવાના પાણીની સમસ્યાની હોય. ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુષુપ્ત અવસ્થામાં જ રહ્યા. કોંગ્રેસના કેટલાક સક્રિય નેતાઓ કોંગ્રેસ પ્રમુખની કુંભકર્ણની પદ્ધતિની કાર્ય શૈલીથી નારાજ થઈ ભાજપમાં જોડાઈ ગયા, તો કેટલાક નેતાઓ આમ આદમી પાર્ટીમાં જતાં રહ્યા.

પણ કોંગ્રેસના પ્રમુખશ્રી તો ઊંઘતાને ઊંઘતા જ રહ્યા. આવામાં મોટો પ્રશ્ન ઊઠે છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સુષુપ્ત અવસ્થાના પ્રમુખના વડપણ હેઠળ કેટલું કરી બતાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની ટર્મમાં જ કેટલીક તાલુકા પંચાયતો અને ભરૂચ જિલ્લા પંચાયત પણ કોંગ્રેસના હાથમાંથી જતી રહી. કોંગ્રેસ મોવડી મંડળ સુધી અનેકવાર સક્રિય કોંગ્રેસી નેતાઓએ ફરીયાદ કરી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું. પરિમલસિંહ રણાની કાર્યશૈલી વિશે પ્રશ્ન ઉઠતાં કનેક્ટ ગુજરાતે તેઓનો સીધો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે જે થયું તેના દ્રશ્યો તમને બતાવીએ...

ખોવાયેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હેઠળ ગાંધીજી અને નેહરુજીની કોંગ્રેસ સફળ વિપક્ષ બની રહે તેવી કનેક્ટ ગુજરાતની શુભકામનાઓ...

Next Story