ભરૂચ ટંકારીયા ગામેથી 200 કિલો ગૌ માસ સાથે 3 શખ્સોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા

New Update
ભરૂચ ટંકારીયા ગામેથી 200 કિલો ગૌ માસ સાથે 3 શખ્સોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા

ભરૂચ તાલુકાના ટંકારીયા ગામના બંધ બંગલાની પાછળ ખુલ્લી જગ્યામાં જંગલી બાવળની ઝાડની ઓથમાંથી 200 કીલો ગૌ-વંશ માંસ સાથે ત્રણ આરોપીઓને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.

ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જીલ્લામાં ગૌ-વંશ તથા કતલ અંગેની રજુઆતો મળી હોય જિલ્લાના દરેક અધિકારીઓને ગૌ- વંશની તસ્કરી તથા કતલની ગેરકાયદેસર પ્રવૃતિ ચલાવતા ઈસમો વિરૂધ્ધ કડક હાથે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.જે અનુસંધાને પાલેજના પીઆઈ એસ.એમ. દેસાઈ અને તેમની ટીમ પાલેજ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન માહિતી મળી હતી કે, ટંકારીયા ગામમાં બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા એક બંધ બંગલાની પાછળનાં ભાગે ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાળીની ઓથમાં ગૌ- વંશ જેવા પશુનુ કટીંગ કરે છે.જેથી પાલેજ પોલીસે તાત્કાલિક માહિતીવાળા સ્થળે તપાસ કરી રેઇડ કરતા અલ્તાફ યુનુસ બાબરીયા, જાવીદ ઈસ્માઈલ ઝીણાને ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્થળ પર જ વેટરનરી ડોકટરને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતા આ માસ ગૌ-વંશ હોવાનુ જણાતા 200 કિલો ગૌ વંશ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.જ્યારે એક વોન્ટેડ આરોપી નામે ઈકબાલ વલી બાબીયેટને પકડી પાડયો હતો.પોલીસે સ્થળ પરથી માંસ કટીંગ કરવાના સાધનો, ઇલેક્ટ્રીક વજન કાંટો સહીત તથા આરોપીઓની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિં.રૂ.25,870 નો કબ્જે કરી વધુ એક આરોપી ઈમરાન હક્કા ઉમટાને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories