Connect Gujarat
ભરૂચ

“પંચકોષી પરિક્રમા” : નારેશ્વર તીર્થને 99 વર્ષ પૂર્ણ થતાં ભરૂચ-ઝઘડિયાના ભાલોદ ગામે નર્મદા મૈયાને 301 મીટરની ચુંદડી અર્પણ

માઁ નર્મદાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ નારેશ્વર તીર્થ ધામને 99 વર્ષ પૂર્ણ થતાં અવધૂત ચરણરજ ગામોને નારેશ્વર તીર્થ સાથે સાંકળવા નારેશ્વર પંચકોષી પરિક્રમા કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ખાતે આ પરિક્રમા આવી પહોંચી માઁ નર્મદાને 301 મીટરની ચુંદડી અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી.

અવધૂત નિવાસ ટ્રસ્ટ, નારેશ્વરના ઉપક્રમે અખિલ ભારતીય માઁ નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 125 પરિક્રવાસીઓ જોડાયા હતા. નારેશ્વર ધામ ખાતેથી નીકળેલી નારેશ્વર પંચકોશી પરિક્રમા નારેશ્વરથી મોટી કોરલ, નાની-કોરલ, લીલીપુરા, જૂની શાયર, નવી શાયર, વેરુ, ઉમલ્લા, ભવપુરા અને સરસાડ થઈ ત્યારબાદ આ પરિક્રમા ઝઘડિયાના ભાલોદ ખાતે આવી પહોંચતા નર્મદા મૈયાને 301 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી.

Next Story